#Kavyotsav
(મારી દીકરી.....)
એ કોમળ હાથો માં મારી આંગળી પકડી હજી સુધી તો રમતી હતી...
એટલા માં જ તો આ સમય આવી ગયો..
....આજે મારી દીકરીને વળાવવાનો પ્રસંગ આઈ ગયો
પપ્પા પપ્પા કેહતા મારી દીકરી થાકતી નોહતી..
અને આજે એને..
"બેટા ખુશ રહેજે....."એ કહેવાનો વારો આવી ગયો.
....આજે મારી દીકરીને વળાવવાનો પ્રસંગ આવી ગયો
મારી લાડલી,મમ્મી ની ઢીંગલી,ભાઈની પ્રેમાળ,દાદીની ચાંપલી અને દાદાની બહું વાહલી...
આજે એ બધાને રોવડાઈ બીજાના ઘરને પોતાનું બનવાનો વારો આવી ગયો...
મારી દીકરીને આજે "વિદાય" આપવાનો રૂડો અવસર આવી ગયો...અને
આજે તો દાદાનો પણ નાચવાનો વારો આવી ગયો...
મારી દીકરી....
મારા ઘર નો જે શણગાર છે...
મારા સન્માન ની જે અધિકાર છે..
મારી છાંયામાં વધેલી મારી વારસદાર છે...
મારા હૈયા નો જે ધબકાર છે....