# Kavyotsav
'હું અને તું'
હું અને તું જ્યારથી બન્યા 'આપણે',
સપ્તરંગી સ્વપ્નો સેવ્યા ખૂલ્લી પાંપણે,
પરસ્પરના પ્રેમથી એને ઝુલાવ્યા પારણે,
આનંદ અને ઉમંગથી રંગપૂરણી કરી આંગણે,
સગાં- સ્નેહીજનો ને આવકાર્યા સસ્નેહ, બારણે !
દુઃખના દિવસો વિતાવ્યા પ્રભુ શરણે,
જીવન બન્યું ભર્યું ભર્યું તારા સાથ ને કારણે !