#Kavyoysav
પ્રેમ...
ન ચાહું કદી પણ કાંઈ તુજથી,
અર્પૂ તુજને બને એ સદા પ્રેમથી...
મળે સામે મને વ્હાલ કે નફરત ભલે,
પુષ્પો કોમળ મળે કે તું કંટક ધરે.
સ્વીકારું હું સઘળું સદા સ્નેહથી,
અર્પૂ તુજને બને એ સદા પ્રેમથી...
ચિત્ર મારું કેવું તારા મનમાં હશે,
બંધ આંખો કરી તું સ્વયં જાણશે.
સદા નીરખું છું તુજને નયન નેહથી,
અર્પૂ તુજને બને એ સદા પ્રેમથી...
તારા મનનાં ઉમંગો ચિરંજીવ બને,
ખીલતો ચહેરો તારો સદા મુજને ગમે.
અનુરાગ હું વરસાવું અધિક મેઘથી,
અર્પૂ તુજને બને એ સદા પ્રેમથી...
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'