#Kavyotsav
સંબંધ...
વર્ષો વીતવા છતાં,
લાગણી રહે અકબંધ...
એનું નામ સંબંધ...
મૌનમાં પણ રચાતો,
નિઃશબ્દ મહા નિબંધ...
એનું નામ સંબંધ...
હો ઈશ્વરથી અધિક,
ભરોશાની સુગંધ...
એનું નામ સંબંધ...
નજર સામે સુરત એની,
ભલે આંખો હો બંધ...
એનું નામ સંબંધ...
ન હો જેમાં કદી,
શકની મલિન ગંધ...
એનું નામ સંબંધ...
અનુરાગ હો અંતરથી,
પ્રણયનો પ્યારો છંદ...
એનું નામ સંબંધ...
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'