#KAVYOTSAV
ગઝલ...
રાખજો હૈયું જાણવા જેવું,
સૌની ભીતર વસાવવા જેવું.
ખુદને ભીતર સમાવવા જેવું,
ખુદમાં સાગર ભરાવવા જેવું.
વિશ્વ સુંદર બનાવવા જેવું,
માનવીને જગાડવા જેવું.
છો બધાં છે ગુલામ ઇચ્છાના,
આપણે રાજવી થવા જેવું.
વૃક્ષ જીવે છે આપણા માટે,
વૃક્ષ પાસેથી શીખવા જેવું.
આખરી સત્ય શું છે જીવનમાં?
મૃત્યુ સૌને બતાવવા જેવું.
ઘા હૃદયમાં થયાં છે આજે પણ,
પ્રેમમાં શું છે પામવા જેવું?
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)