#KAVYOTSAV
ગઝલ..
બનાવ્યા હેતથી મેં તો ઘણાં ક્યારા હૃદયમાં,
વરસ તું પ્રેમનો વરસાદ થઇ મારા હૃદયમાં.
હદયનું સાંભળી આગળ ગયો હું જિંદગીભર,
થયા સાકાર મારા કેટલા નારા હૃદયમાં!
ભલે છો દૂર આજે પણ તમે તો આ જગતમાં,
વસેલા છો તમે મારા હજી યારા હૃદયમાં.
નજર રાખીને બેઠા છે ઘણાંયે આપણા પર,
ઇશારાથી મને બોલાવ તું તારા હૃદયમાં.
કરો કલ્યાણ પોતાના જ લોકોનું હમેશાં,
વિચારો તો બન્યા કેવાં હવે ખારા હૃદયમાં.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)