#KAVYOTSAV
ગઝલ ..... (એ તું જ છે)
મારું જીવન મ્હેકાવનારી જે બની એ તું જ છે,
સંકટમાં કાયમ મિત્ર થઇને જે રહી એ તું જ છે.
હું દરબદર ભટકી રહ્યો તો જિંદગીમાંહે સનમ,
સાચી દિશા કાયમ મને દર્શાવતી એ તું જ છે.
ક્યારેય તેં તો ના કરી દુનિયાની પરવા સ્હેજ પણ,
મારી થવા માટે જગત સામે લડી એ તું જ છે.
હું સાવ તૂટીને વિખેરાઈ ગયો તો ઓ સનમ,
હિંમત બનીને જે રહી મારી હજી એ તું જ છે.
મારા જીવનને કાયમી ઝળહળતું કરતી આવી તું,
ઘનઘોર અંધારે બની જે ચાંદની એ તું જ છે.
✍️ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)