#KAVYOTSAV
ગઝલ... (કોઇ તો છે)
મારી પીડા જાણનારું કોઇ તો છે,
આંસુ મારા લુંછનારું કોઇ તો છે.
સારું જીવન એટલે જીવી રહ્યો છું,
વ્યર્થ ઈચ્છા મારનારું કોઇ તો છે.
જિંદગીમાં છોને કોઈ સાથ ના દે,
મારી સાથે ચાલનારું કોઇ તો છે.
ડર નથી જીવનમાં કોઈ આફતોનો,
હામ દિલમાં આપનારું કોઇ તો છે.
કોઇ મારી યાદો રાખે કે ના રાખે,
મારી યાદો રાખનારું કોઇ તો છે.
મન ખુશીથી એટલે ઝૂમી રહ્યું છે,
દિલનાં દ્વારે આવનારું કોઇ તો છે.
પ્રેમ સૌને આપતો રે'વાનો કાયમ,
મારી ભીતર જીવનારું કોઇ તો છે,
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)