#KAVYOTSAV
ગઝલ...
આંખમાં એની તરી શકતાં નથી,
આંસુ પણ એના ભરી શકતાં નથી.
લાજ એની મેં ઘણી રાખી હતી,
એ કદર મારી કરી શકતાં નથી.
મેં હૃદયમાં ઘર બનાવ્યું એમનું,
એ મને લઇને ફરી શકતાં નથી.
પ્રેમ છે મારી અદા પર એમને,
એ ચહે તોયે મરી શકતાં નથી.
બીક છે દુનિયાની એને એટલે,
એ મને હૈયું ધરી શકતાં નથી.
જાત પર વિશ્વાસ છે એને હજી,
એટલે આજે ડરી શકતાં નથી.
થાય છે 'ધબકાર' એના નામનાં,
શે હૃદયને એ વરી શકતાં નથી?
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)