Gujarati Quote in Shayri by khyati anjaria

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav

આંખો ની અટારી

આંખ ની અટારી એ થી મંદ મીઠા ઈશારા,
આંખ્યું જરી મળી કે બંધાયા સેતુ માં પલકારા .
ઢાળી છે પાંપણ ને , કર્યા છે તમને નજરબંધ .
આછા આછા ઘવાય છે આ તીર થી પ્રેમ ના બંધન .
દિલ માં ઉતારે ધીમે ધીમે , આંખો ના અજવાળે.,
જાદુ માંડે , અજબગજબ નો,ધીમે હળવે હળવે.
બંધ આંખો પણ ખોલે જાણે શબ્દો નો પીટારો,
ઘણું ય કહી ગઈ ચુપકીદી આ , વર્તાયો સથવારો.
આંખો ખુલતી જાણે કળી ઓ ધીમે ધીમે ખીલતી,
શબ્દો ખુટ્યા , નયનો બોલ્યા .. આ પ્રેમ નહી તો બીજું શું બાવરી ?

Gujarati Shayri by khyati anjaria : 111031670
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now