#Kavyotsav
ડંખ
મોરપીંછ વાગે તો સમજવું કે કાળજે ડંખ વાગ્યા,
નદિયો વેહતી આકાશે ચઢે તો તેને પંખ લાગ્યા,
અજાણે જાણે કોઈ વાત કેહવાની રહી ગઈ,
વિચારે ચઢી ને મન ની આ હાલત થઇ ગઈ.
વગર કારણે આવે જો રડવું,તો અનરાધાર નભ ગાજ્યા.
કોઈ લાવે આંખો માં આંસુ,અમે તો ક્યાં માંગ્યા?
આજે તને તો કાલે મને કોણ જાણે ક્યારે ક્યારે,
કોણે કેટલા ડંખ આપ્યા,કોણે કેટલા માગ્યા?