#KAVYOTSAV

ગઝલ...

મને એ અચાનક સવારે મળ્યા,
મને આમ એ પુરબહારે મળ્યા.

મળ્યા ના કદી એ અમસ્તા મને,
મને એ નયનનાં ઇશારે મળ્યા.

મેં જોયા ઘણા મોતી સાગર મહીં,
મને સાચા મોતી કિનારે મળ્યા.

જીવનમાં અનુભવ થયા જ્યારથી,
વિચારો બધા છાશવારે મળ્યા.

ને અમથા તો એ ક્યાં મળ્યા છે મને,
હૃદયથી કરેલા પુકારે મળ્યા.

✍️ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Shayri by Umesh Tamse : 111031664

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now