#KAVYOTSAV
ગઝલ..
રોજ એ ભીતર મળીને આવશે,
આંખમાં સાગર ભરીને આવશે.
લાગણી ક્યારેય રાખી ના કદી,
છાવણી આજે બનીને આવશે.
દિલ દુભાવ્યા છે સદા માબાપના,
ચારધામો એ ફરીને આવશે.
વાત ઘરમાં શી થશે આજે બધી?
ચાર ભીંતો સાંભળીને આવશે.
ઝળહળે છે શું હૃદયમાં રોજ જે?
આંખ મીંચી એ નમીને આવશે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)