#kavyotsav
મારી પ્રેરણા તું, મારી પ્રાર્થના તું,
મારી ભાવના તું, મારી ચાહના તું,
તારા વિના જીવન નથી, મારા તો પ્રાણ પણ તું,
હું શરીર ને તું મારી આત્મા, તારા વિના નિષ્પ્રાણ હું,
પંસદ ન હોય તને તો તારાથી દૂર હું રહું,
છતાંય તને જ હૃદયથી પ્રેમ કરતો રહું,
મારી દુનિયા તું, મારું સર્વસ્વ તું,
તારા વિના જીવન નથી, મારા તો પ્રાણ પણ તું.
લેખક : હાર્દિક કલ્પદેવ પંડ્યા