Gujarati Quote in Shayri by આઝાદ

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#એક_ફોન_કૉલ .....

એક ફોન કોલ, આખા દિવસ દરમિયાન રંગમંચ પર ચાલતા નાટક ને વિસામો આપીને લાગણીઓની દુનિયા તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, મનની હિંડોળા ખાટ પર ઝુલતી તરી યાદોને વિરામ આપીને હ્રદયના જીવંત પ્રસારણ તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, અણગમા, આકાંક્ષા, ભૂલો, ઝગડાઓ અને જીદ્દને ટકોરી વિશ્વાસ સભર વાતોના આમંત્રણ તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, રિતી, રીવાજ, બંધન, બહેઝ અને અલ્પવિરામ માંથી આઝાદ કરીને સંબંધોના પુર્ણવિરામ તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, હ્રદયમાં ભરાયેલા આશાઓના સમંદરને તુજ હૈયે ઢોળી જીંદગીભર તારુ જ થઈને રહેવાની આશા તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, દિવસે જોયેલા બ્લેક એન્ડ વ્હાઇટ સપનાઓમાં વિશિષ્ઠ રંગ પુરીને બેજોડ રજની ની મહંતા તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, હ્રદયમાં અનુભવાતી દરિદ્રતાને ઊગારી રક્તના કણ કણમાં કુબેર પ્રેમધનની સ્થાપના થવા તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, હું અને તું ની અણધારી એકલતા માંથી આપણને અસ્મિતાના આભમાં આઝાદ ઉડાન તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, આમ અમથી ધણી વાતો ને મુકી! શું સાચુ ને શુ ખોટુ ભુલવી આપણને સત્યતાના સંવાદો તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, ઝીંદગીના ખુણે ખુણે થી વિણેલી ઝીણી ઝીણી વાતોને જીલી તને ખુશ કરી ખુશ થાવ તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, તારા વગર આત્મવિલોપન ના વિચારો ને આત્મવિશ્વાસ મા પરીભુત કરવાની પ્રેરણા તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, તારા મનની વાતોને મારા શબ્દોમાં કંડારી એક કોરા પન્ના પર તારું સોનેરી રંગચિત્ર દોરવા તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, ક્યારેક દુર પણ કરી દે છે ને ક્યારેક દુરતાની દિવાલ સમાન બનેલી પાતડી દોરીને તોડવા તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, હસ્ત રેખાના લહેજતદાર મધુ જરતા ફૂલમાં સુગંધ સાંકળી હૈયાના અવીરત ઝરણા તરફ લઈ જાય છે....

એક ફોન કોલ, પ્રેમના પ્રસાદ સાથે મમતાની મીઠાસ ભેગાવડી કરી સંબંધોનો પ્રસંગ ઉજવવાના ઉમંગ તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, મારી લાગણીઓ અને તારી લાગણીઓ વચ્ચે સક્ષમ સુમેળ સાધવાના કારણભુત સંવાદ તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, આપણી નૈતિકતા વચ્ચે રહેલા પારદર્શિ પળદાને હટાવી પ્રત્યક્ષ આંખોથી આંખો નાં મડવા તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, ઊંઘને સુવડાવી તારી સાથે રાતભર મશગુલ થવા શરિરના રોમે રોમને જગાડવાની તૈયારી તરફ લઈ જાય છે...

એક ફોન કોલ, કર્મકાંડ થી સુન્દરમ, કામદેવ થી કનૈયો, ને હિમાંશુ થી આઝાદ બનવાની અણમોલ સફર તરફ લઈ જાય છે.....

એક ફોન કોલ, ખરેખર મારા જેવા આઝાદ પંખી ને તુજ હૈયાના પાંજરામાં પુરવા કંકુ ચોખાના નિર્ણયો તરફ લઈ જાય છે....

#આઝાદ

Gujarati Shayri by આઝાદ : 111031594
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now