Gujarati Quote in Shayri by Ashish Vayeda

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# Kavyostsav

તમો મળ્યા પછી !

જિંદગી જીવવાની મજા આવી તમો મળ્યા પછી,
પ્રીત રૂપી અમૃત પીવાની મજા આવી તમો મળ્યા પછી.

આમ તો સુર ઘણા ઘૂટતો સંગીતના,
ગીત ગાવવાની મજા આવી તમો મળ્યા પછી.

છલોછલ ભરેલા હતા અશ્રુઓ મુજ નયનમાં,
એને વહેવવાની મજા આવી તમો મળ્યા પછી.

એકલો એકાંતમાં શબ્દો ઘૂટયા કરું છુ,
અક્ષરોને પણ મજા આવી તમો મળ્યા પછી.

જાણું છુ ઘણી વેદના છે આ હૈયામાં,
આ વેદનાને ઓટ મળી તમો મળ્યા પછી.

-આશિષ વાયડા

Gujarati Shayri by Ashish Vayeda : 111031583
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now