_#Kavyaotsav_
//// *_મિત્રો_* ////
મિત્રોની મૂડી *માતૃભારતી* માંથી મનેં મળી
જાણે શબ્દોની બેંક માં વાક્યો મળ્યાં,
સંવેદનાઓ નાં એમાં સાદ પણ ભળ્યાં,
લાગણીઓ વહેંચાતી ગઈ,
અનેં તોફાનોની એમાં મૂડી થઈ,
મસ્તી નાં સૌનેં રંગ ચઢ્યાં,
ક્યારેક મતભેદો ની પણ લ્હાણી થઈ,
પણ, મનભેદની ની ત્યાં હંમેશા બાદબાકી થઈ,
તકલીફો નાં ચેક ત્યાં ફડાતાં ગયાં,
સુખદુખ હળવેકથી વહેંચાતાં ગયાં,
એક જ સરનામે સૌ ઓળખાતાં ગયાં,
અનેં મિત્ર ની પરિભાષા માં આમ જ સચવાતાં ગયાં.
*_મીસ મીરાં_*