#કવયોત્સવ
શું તને જોઈને ....
મારુ પીગળવું જરૂરી છે.....?
શું તને ખુશ જોઈને .....
મારુ ખુશ થવું જરૂરી છે....?
શું તને જોઈને ......
મારુ તને એક જ ટશે જોઈ રહેવું જરૂરી છે....?
શું તારી આંખો ને જોઈને ....
મારે તારી આંખો માં ડૂબી જવું જરૂરી છે.....?
શું તને ચિંતામાં જોઈને. ....
મને તારી ફિકર વધવી જરૂરી છે....?
શું તારા નજીક આવવાથી......
મારા દિલની ધડકન વધવી જરૂરી છે......?
શું તને દુઃખી જોઈને .....
મારી આંખોમાં આંસુ આવવું જરૂરી છે.....?
જો મને તારી સાથે પ્રેમ છે ને......
તો આ બધું જ થવું જરૂરી છે.....