જાત ની સાથે જ સોબત થઇ ગઇ
અેકલા રહેવાની આદત થઈ ગઈ
અેક આંસુ કો'ક નુ શું લુછી દીઘુ
જો ખુદા કેવી ઈબાદત થઈ ગઈ
આપના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઈ ગઈ
શબ્દ ખુલ્લે આમ વહેંચયો છે બઘે
કેવડી મોટી શખાવત થઈ ગઈ
અેમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડા માં રાહત થઇ ગઈ
કાલ મન ઉજ્જડ હતું, પણ આજ તો
કૈંક સ્મરણોની વસાહત થઈ ગઈ .