મારી હરેક નજરો માં
તેમને વાળ સંવારની ટેવ પડી ગઈ,
મારી આંખોમાં આંખ નાંખીને નહીં
પણ પાછા ફરીને જોવાની તેમને ટેવ પડી ગઈ.
મારા હાથો માં હાથ નહીં
પણ એ અજાણ્યા થઈને સ્પર્શવાની તેમને ટેવ પડી ગઈ.
ખુદને નહીં પણ અરીસામાં મને જોઈને
શણગાર કરવાની તેમને ટેવ પડી ગઈ.
ખુશ રહું છું તેઓની આ ટેવો જોઈને કેમકે આ ટેવો જોવાની ટેવ પડી ગઈ મને.