ગઝલ.... (નીકળ્યો છું)

આજ હું તો ખુદની સાથે વાત કરવા નીકળ્યો છું,
વ્યર્થ સૌ ઈચ્છાને હું તો ઘાત કરવા નીકળ્યો છું.

આ જગતમાં ચોતરફ અંધારું ફેલાઈ ગયું છે,
સુર્ય ખુદમાં લઇને હું પરભાત કરવા નીકળ્યો છું.

બાળપણની ખૂબસૂરત ક્ષણને આજે માણવાને,
લો ફરીથી ખુદને હું નવજાત કરવા નીકળ્યો છું.

ને વિચારો પણ બધા ખૂટી ગયા છે જિંદગીમાં,
સૌ વિચારોને હું તો આયાત કરવા નીકળ્યો છું.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Shayri by Umesh Tamse : 111031489
Umesh Tamse 8 year ago

હાર્દિક આભાર.

Pravin Shah 8 year ago

વાહ.. ખૂબ સુંદર ગઝલ.. ગાલગાગા ના સંપુર્ણ ચાર આવર્તન માં બહુ ઓછી ગઝલો લખાઈ છે. અભિનંદન... do not stop go on writting..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now