# kavyotsav
કવિતા, તું આવ.
તારા વિના આ મોસમ અધૂરી લાગે,
તારા વિના સૂરજની રોશની,
શશીની શીતળતા અધૂરી લાગે.
તારા વિના ટહુક પંખીની,
મહેક ફૂલોની અધૂરી લાગે.
તારા વિના આ સૂરોની સરગમ પણ અધૂરી.
તારા વિના મારી જિંદગી અધૂરી,
તારા વિના આ જીવાતી ક્ષણો પણ અધૂરી.
કવિતા, તુ આવે તો જીવનમાં,
પૂર્ણતાનો અનુભવ કરું.
-- પ્રવીણ શાહ