#Kavyotsav
' ભાવનાઓ '
સળગતા રહેવું પણ જાણે આજે જરૂરી બન્યું છે,
આ અંધકારમાં પ્રકાશ બનવું પણ જરૂરી બન્યું છે,
જો ખાલી બળતો રહીશ તો માત્ર ધુમાડો કરીશ,
કોઈની આંખો માટે હું તકલીફ દેહ થઈ જઈશ,
એટલે જ સળગતા રહેવું છે મારે પ્રકાશ ફેલાવવા,
જીવન આમપણ પૂર્ણ ક્યાંક તો થવાનું જ છે,
એટલેજ તો કેમ એને પરિપૂર્ણ બનાવીને ના જાઉં,
એટલે જ સળગતા રહેવું છે મારે પૂર્ણતા માટે પણ..