ગઝલ...
ફૂલ એનાં વગર આજ હસતું નથી.
હૈયું એનાં વિના તો ધબકતું નથી.
કોઇના પણ વગર કઇ અટકતું નથી,
દિલ કદી મુખને જોઈ મલકતું નથી.
સ્વાર્થનાં સગપણો છે જગતમાં બધાં,
કામ ના હોય તો કોઇ મળતું નથી.
જે નગરમાં સદા ભેદભાવો જ છે,
તે નગર કૂતરું પણ રખળતું નથી.
એક દી તો જવાનું છે સૌએ અહીં,
વાત એ કેમ કોઈ સમજતું નથી?
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)