#kavyotsav

કોશિશ

તું તારામાં મને શોધવાની કોશિશ કર,

તું છે જ મારામાં જરા દિલમાં ઝાકવાની કોશિશ કર,



બનીશ હું સહારો તું હાથ મિલાવવાની કોશિશ કર,

હાથ છે તારા હાથમાં તું થામવાની કોશિશ કર.


બનીશ હું શ્વાસ તારો તું ધડકન બનાવની કોશિશ કર,

હૃદય ના ધબકારા છે તુ જરા દેખવાની કોશિશ  તો કર.


એકલો અટૂલો શું તું પનાહ આપવાની કોશિશ કર,

તુ છે મારી જીવન ની ધારા જરા પામવાની કોશિશ તો કર.


જીવવા માગું તારા માટે તું મને બોલાવવાની કોશિશ કર,

મારા દિલ તારા માટે જ છે તુ પામવાની કોશિશ તો કર.


મારા જીવનના સિતારા બની તું ચમકવાની કોશિશ કર,

તું તો છે મારા દિલના દરિયાનો હીરો જરા જાણવાની કોશિશ કર.

Gujarati Shayri by Margi Patel : 111031401

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now