Gujarati Quote in Shayri by Margi Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav


એક ચાહ...

હું તો બસ તને જ ચાહું છું તું જરા તો યાદ કર,

અરે ! તું ખાલી ખાલી પણ એક ફરિયાદ તો કર.



ગઝલ ની સાથે હું જિંદગી પણ લખીશ તું ફરિયાદ તો કર,

આમ જ હદયના ધબકારે વાત તો તું કર,


ચાલીશ હું કંટાળી કેડી પર તારી જોડે,

પણ તું મારી જોડે પ્રેમના પગલાં તો તું કર.


ગઝલ ના શબ્દો લખવાની મેં રમત ચાલું કરી

અહીં તો હદયની જ આપલે થઇ એ વાત તો કર.


આમ પાસે બેસાડી ખાલી તાક્યા જબના કર,

દિલ થી દિલની કૈક વાત તો તું કર.


સમજી જા તું હવે મારી મજબૂરી,

હું તને પ્રેમ કરું એ વાત જાહેર ના કર.


લાગણીઓ બંધાઈ ગઈ છે પ્રેમની,

એક તારી નજર ની મુજ પર દયા તો કર.


અપનાવીલે મને સમજીને હ્દય થી,

મારા ગયા પછી તું રડીને યાદ ના કર.

Gujarati Shayri by Margi Patel : 111031397
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now