ગઝલ....
જીવનમાં જો સમયની તેં કદર ત્યારે કરી હોતે,
તો જીવનમાં તને કોઈ સમસ્યા ના નડી હોતે.
આ દુનિયામાં કદી કોઈ અશાંતિ ના રહી હોતે,
જો તેં તારા જીવનમાં પ્રેમની ભાષા ભણી હોતે.
જો મેં તારા હૃદયમાં મારી જગ્યા ના ભરી હોતે,
તો તારી જિંદગી કોઈ દી ના સુંદર બની હોતે.
તું તારી જિંદગીમાં કોઈ પણ દી ના દુખી થાતે,
જો તેં માનવની સૌ ખોટી નજરને પારખી હોતે.
કદી ના સાંભળી વાતો બધી તારા હૃદયની તેં,
નહીંતર આજે તારી વાત દુનિયામાં થતી હોતે.
- ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)