ગઝલ...
જીવન હમેશાં જીવજે દીવાની જેમ,
નમતો તું રે'જે વૃક્ષની શાખાની જેમ.
આ જિંદગી છે દર્દના સાગર સમી,
સાગરને કરજે પાર તું નૌકાની જેમ.
કરજે મદદ સૌ દીનજનને આજીવન,
તું રાખજે તારું હૃદય દરિયાની જેમ.
ફૂલોની માફક જીવજે તું જિંદગી,
કોઈ દિવસ બનતો નહીં કાંટાની જેમ.
જીવન કરી દેજે સમર્પિત લોકને,
કાયમ ચમકતો રે'શે તું તારાની જેમ.
કર દૂર તડકારૂપી સઘળાં દર્દને,
દે તું હવે ટાઢક મને છાંયાની જેમ.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)