ગઝલ...
ફક્ત ખુદને સમજ, છોડ ચિંતા બધી,
તું પછી લખ ગઝલ, છોડ ચિંતા બધી.
તું બધા કર્મ કરજે હૃદયથી અહીં,
સ્વપ્ન થાશે સફળ, છોડ ચિંતા બધી.
સૌની ભીતરમાં ભગવાનનો વાસ છે,
દિલથી કર તું નમન, છોડ ચિંતા બધી.
તારા દિલને તું દરિયો સમું રાખજે,.
હો ભલે ના ભવન, છોડ ચિંતા બધી.
કાયમી દીનજનને તું કરજે મદદ,
દિલમાં રે'શે અમન, છોડ ચિંતા બધી.
કાંઇપણ સાથ ના આવશે તારી જો,
અંતે થાશે મરણ, છોડ ચિંતા બધી.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)