ગઝલ...
જિંદગીમાં પ્યાસ તો છે,
કો' મિલનની આશ તો છે.
હો ભલે ના એ જીવનમાં,
એમનો આભાસ તો છે.
ભાગ્યમાં છોને નથી એ,
દિલ મહીં સહવાસ તો છે.
ઝળહળે છે શું હૃદયમાં?
કોક ભીતર ખાસ તો છે.
ના હો કોઈ જિંદગીમાં,
ઈશ મારી પાસ તો છે.
કોક દી નક્કી એ મળશે,
હજુ મને વિશ્વાસ તો છે.
ચાલવા ધરતી નથી પણ,
ઊડવાં આકાશ તો છે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)