ગઝલ... (તારું શું જાય છે?)
દિલમાં સાગર ભરું, તારું શું જાય છે?
નભનાં તારા ગણું, તારું શું જાય છે?
છોને એ સૌ કરે કામ ગંદા અહીં,
પીડશે એ બધું, તારું શું જાય છે?
જીવવા દે મને શાંતિથી જિંદગી,
કાંઇપણ હું કરું, તારું શું જાય છે?
મારી ભીતરમાં તો દર્દ બહુ છે હજી,
છો ગઝલ હું લખું, તારું શું જાય છે?
ડર મને લાગે છે ફક્ત મારાથી બહુ,
કોઇથી ના ડરું, તારું શું જાય છે?
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)