ગઝલ...
મારી ઈચ્છાને હરાવી ના શક્યો,
જિંદગી મારી બચાવી ના શક્યો.
મંદિરે તો મેં નમી લીધું છતાં,
હું અહમ મારો નમાવી ના શક્યો.
એવું શું છે એનાં ચ્હેરામાં હજી,
કે નજર મારી હટાવી ના શક્યો.
સર્વને કાયમ હસાવું છું હું તો,
કિંતુ ખુદને હું હસાવી ના શક્યો.
મંદિરે સાચે જ ઈશ્વર હોય છે!
વાત આવી હું પચાવી ના શક્યો.
એટલો અફસોસ રે'શે દોસ્તો,
આ જગતને હચમચાવી ના શક્યો.
✍️ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)