ગઝલ..
ખુદમાં શ્રદ્ધા જે રાખે બહુ એને ઈશ્વર મદદ કરે,
ખુદમાં શ્રદ્ધા જે ના રાખે એ આખી જિંદગી રડે.
નાહક માનવ ભટકતો ઈશ્વરને જોવા અહીંતહીં,
મારા તારા બધાના દિલમાં તો ઈશ્વર સદા વસે.
સૌ માનવનું છે જીવન કેવું સમજાતું નથી કદી,
સૌને આ જિંદગીમાં સારા નરસા કર્મ પણ નડે.
ભીતરમાં પ્રેમનો દરિયો રાખે જે માનવી અહીં,
એવા સૌ માનવીઓ ઈશ્વરના દિલમાં સદા રહે.
સાગર ખારો છતાં એને મળવા જાતી નદી સદા,
શેં માનવ એકબીજા સાથે નફરત બહુ કર્યા કરે?
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)