ગઝલ..
શક્તિ જેની સાત સાગર જેવી ભારી હોય છે,
આ જગતમાં બીજું કો ના એક નારી હોય છે.
ઝળહળે છે રોજ દીવો માનવીના ભીતરે,
કોઇએ પણ ક્યાં કદી આ વાત ધારી હોય છે.
મદને છોડી પ્રેમ પુર્વક જિંદગીને જીવજો,
કોઇ ના કોઇ દિવસ મૃત્યુની પારી હોય છે.
સૂર્ય પણ ઊગે ને ડૂબે આ જગતમાં દોસ્તો,
માનવીની જિંદગી ક્યાં રોજ સારી હોય છે?
એકલું સુખ કોઇના પણ ભાગ્યમાં હોતું નથી,
જિંદગીમાં સુખની સાથે દુખની યારી હોય છે.
✍️ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)