ભાવસભર મારુ ભાવનગર છે,??
મીઠા મનના માનવી જ્યાં 'માં ખોડલ' લડાવે
લાડ,
એવું મારુ ભાવનગર છે...
રાજા કૃષ્ણકુમારસિંહજી ની ધરતી આતો,વખણાય જગતભરમાં
એવું મારુ ભાવનગર છે...
ચાહતનું સરનામું મળે જ્યાં માનવતાનો મુકામ,
એવું મારુ ભાવનગર છે...
સદા સૂરીલી કલાનાગરી મારી,
સાથે ખુલ્લા દિલનું મારુ ભાવનગર છે...
મનુભાઈ ના ગાંઠિયા ને શેઠ બ્રધર્સ ની ફાકી
એવું મારુ ભાવનગર છે...?
રસ્તે રસ્તે સર્કલ મળે ને સર્કલ આગળ બમ્પર
એવું મારુ ભાવનગર છે...?
- યોગી ઠક્કર