#kavyotsav
મન ની વાત
ખભે થી ખભો મિલાવી બેઠા છીએ
પણ વાત કરવા હ્દયને શબ્દ નથી મળતા
મન મારું મુંજાય છે ઘણા પ્રશ્નોથી
પણ પહેલ કોણ કરે પહેલા પ્રશ્નથી
સમય ઘણો વીતી ગયો છે રાહ જોવામાં
છતોય એકબીજાને કહેવાતું નથી
પૂછવી છે એકબીજાના હદયની ખબર
પણ સિવાયેલા હોઠોથી કહેવાતું નથી
દિલની હાલત શબ્દોથી નથી કહેવાતી
આંખોથી સમજાય પણ પહેલ કરાતી નથી