#Kavyotsav
'પછી શું થયું?'
નજર મળી, નજર ઝૂકી
પછી શું થયું ?
થોડું શરમાયા, થોડું ગભરાયા
પછી શું થયું ?
હિમ્મત કરી, વાત કરી
પછી શું થયું ?
વાતો વધી, મુલાકાતો વધી
પછી શું થયું ?
દોસ્તી થઈ, હ્રદય મળ્યા
પછી શું થયું ?
હ્રદય હરખાયા, સપનાં જોવાયા
પછી શું થયું ?
સબંધ બંધાયા, મંડપ બંધાણા
પછી શું થયું?
લગ્ન થયા, હનીમૂન ગયા
પછી શું થયું ?
બાળકો થયા, જવાબદારી વધી
પછી શું થયું?
પ્રેમ વહેંચાયો, સમય ઘટ્યો
પછી શું થયું ?
ફરિયાદો વધી, મતભેદ થયા
પછી શું થયું?
સમાધાન થયા, નિભાવતા ગયા
પછી શું થયું?
સમય વિત્યો, વૃધ્ધત્વ આવ્યું
પછી શું થયું?
સાસુ બન્યા, સસરા બન્યા
પછી શું થયું?
વહુ આવી, આંખમાં ખૂંચ્યાં
પછી શું થયું?
ઘર છૂટ્યું, વૃદ્ધાશ્રમ મળ્યું
પછી શું થયું?
.
.
.
પછી શું થયું ?
.
.
નજર ત્યાં પણ મળી ને ઝૂકી
શરમ ત્યાં પણ આવી
અત્યારે અને પહેલા નજર મળવામાં
અને ઝુકવામાં ઘણો ફરક હતો !
~હાર્દિક રાવલ~