Gujarati Quote in Shayri by Kaushal Suthar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# KAVYOTSAV
જિંદગી જીવું છું તારી યાદમાં,
ઘડિયાળ ઊંધી ફેરવી એકાંતમાં.
જઈ ચડ્યો છું ખુશીઓના બજારમાં,
દુ:ખોની હરાજી કરવા એકાંતમાં.
વીતાવેલી ક્ષણ,પળ ને આંખની મુલાકાત
સઘળીયે વાત તારી યાદ આવે એકાંતમાં.
દીધા 'તા કૉલ ક્યારેક મળીશું આપણે,
વાટ જોઉં છું ચાતકની જેમ એકાંતમાં.
આ હૈયું,તન,મન ને આખીયે જિંદગી,
તારા કર્યા પછી સાચવું છું એકાંતમાં.
કેટલીયે પાનખર આવી મારા જીવનમાં,
હંમેશા ખીલ્યો છું વસંતની જેમ એકાંતમાં.
      - કૌશલ સુથાર,મુદરડા

Gujarati Shayri by Kaushal Suthar : 111031239
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now