એક સમયે
ચાલતું ન હતું આપણને એકબીજા વિના,
ને હવે...
છેલ્લે આપણે મળ્યા એને પણ એક વર્ષ થઇ ગયું
એક સમયે
જાણતા હતા એકબીજાના દિલની બધી વાત
ને હવે...
એકબીજા પાસે દિલખોલીને રડ્યા એને પણ વર્ષ થઇ ગયું
એક સમયે
તારા કે મારા વચ્ચે ભેદ નો ક્યાં કશો અવકાશ હતો
ને હવે...
'આપણે' માંથી 'તું' અને 'હું' થયા એને પણ વર્ષ થઇ ગયું
એક સમયે
સમજતા હતા એક બીજાની વાત કહ્યા વિના પણ,
ને હવે...
એકબીજાને ફોન પણ નથી કર્યા એને પણ વર્ષ થઇ ગયું
એક સમયે
ક્યાં કદી વિચારવું પડતું કશું કહેતા પહેલા,
ને હવે...
શબ્દો ને પણ ગોઠવીને કહેતા થયા એને પણ વર્ષ થઈ ગયું