બે હ્રદય ને આમ તડપાવે છે આ પ્રેમ....મન રડે અને આંસુ વરસાવે છે આ પ્રેમ.....
એક સરખા દિલ મળે જો જીવન રાહમાં તો ધરા પર સ્વર્ગ ઉતારે છે આ પ્રેમ....
લાગણીના મારા આ શબ્દો ઉકેલજો જીંદગીનો અર્થ સમજાવે છે આ પ્રેમ.....
જેને તમે દીવસ ભર યાદ કરો છો એ મીઠી યાદનુ સોનેરી સપનુ લાવે છે આ પ્રેમ......