અમે એવા તે કોણ છીએ તારા ?
કે સ્હેજ લાલી લચકી ને સ્હેજ ફરક્યો ગુલાલ ,
ને તું ત્યાં વાદળમાં વાવે ચમકારા !!
અમે એવા તે કોણ છીએ તારા ?
હરખુડા હૈયાની હાટડીયે ઘર કર્યું અંતે ''જય'',
બટકબોલી બાવરી બેસે ને ઉઠે હું લંગારુ નાવ કે નય.?
વાડ વેલા ની ઠેકવા જાઉં ને તારા સામા આવે મજધારા !!
અમે એવા તે કોણ છીએ તારા ?
ધખતો વૈશાખ દઝાડે મુજને જાણે પોષની ઠંડક ,
ધ્રૂજવાની વાતે ઉઠે આંખોમાં એક નવી ચમક ,
મેણામાં નણદી બબડે કે ભવ -ભવ ના કોના લીધા છે સથવારા ..?
બોલ ને અમે એવા તે કોણ છીએ તારા ?