Gujarati Quote in Quotes by Kamlesh

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

           #...માતૃભારતી પરિવારનું ગ્રહણ...#

કોણે કહ્યું કે ગ્રહણ ફક્ત ચંદ્ર-સૂર્ય ને જ લાગે છે... ગ્રહણ તો જુદા જુદા સ્વરુપે દરેક જગ્યાએ લાગતા જ હોય છે...
       આપણા પરિવારને પણ આવા ગ્રહણ છાસવારે લાગતા જ હોય છે,ક્યારેક ખંડગ્રાસ તો ક્યારેક ખગ્રાસ.... તમે કહેશો આ વળી કેવી રીતે??? ખરુંને???
      લાગે છે મિત્રો, આપણી ખુશીઓને ગ્રહણ લાગે છે... અને આ ગ્રહણ લગાડે છે 'લાસ્ટ પોસ્ટ ' વાળા 'રાહુ-કેતુ'ઓ... જે કદાચ પ્રેમામૃતને પાત્ર નથી, પણ વેશ બદલીને કતારમાં બેસી ગયા છે,અને એમને તો અહિયાં પ્રેમામૃત મળે પણ છે. તો શા માટે આ 'રાહુ-કેતુ' આપણી ખુશીઓને ગ્રહણ લગાડે છે??? કેમ પોતાના સ્વાર્થ કે પોતાની તકલીફો ને લીધે આપણી લાગણીઓને ઠેસ પહોચાડે છે??? બધાં પોતાનામાં દિલજલે જ છે, બસ અહિંયા આ પરિવારની છત્રછાયામાં શાંતી રુપી ટાઢક મેળવે છે, અને પછી પાછાં હતા એવા ને એવા.પહેલાં લાગણીઓ ના તાંતણે બંધાય છે અને પછી 'કસાઇ' ની જેમ 'લાસ્ટ પોસ્ટ ' રુપી તલવારનો ઘા કરીને,આપણી લાગણીઓને છડેચોક રહેંસી નાખે છે. અને આપણી ખુશીઓને ગ્રહણ લગાડે છે...
          આમને શું હક્ક છે આમ કરવાનો??? જો આવું જ કરવાનું હતું તો પહેલાં જ કહી દેવું હતું,એમની સમસ્યાનો સમાધાન તો આમેય કરવા ખાતર કરી દેત, આ તો અલખનો ઓટલો... એમને કંઈ ખાલી હાથે પાછાં ના વાળત. હા આ ખોટી માયા ના લગાડત... એટલું જ ને???
       પાછાં તો મહાન આત્માઓ પોસ્ટ પણ એવી મૂકે,
 ' લાસ્ટ પોસ્ટ ' મારાથી કંઈ ભૂલ-ચૂક થઇ હોય તો માફ કરજો... વગેરે વગેરે... (અરે વ્હાલાઓ માફી તમારે નહીં અમારે માગવાની હોય, કે ક્યાં આવી ખોટી માયા લગાવી લીધી, તમે તો અમ પ્રજ્ઞાચક્ષુઓની આંખો ખોલી દીધી,તમે તો ધન્યવાદને પાત્ર છો...) 
         શું ખરેખર એમની પાછળ આપણે દુખી થવું જોઈએ, જેના માટે આપણા પ્રેમ- સ્નેહ, સંબંધનું મૂલ્ય બસ એક 'લાસ્ટ પોસ્ટ ' જેટલું જ છે...અને આ જેટલી મહાન આત્માઓ થઇ ગઇ કે થવાની છે,એ બધાં એ એકવાત સમજી લેવી કે આ 'લાસ્ટ પોસ્ટ ' જરુર હતી જ નહીં, કે આગળ પણ નથી જ.... 
આપ સૌ આપની મરજીથી આવ્યા હતા અને મરજીથી જાઓ છો... તો તમને રોકવાવાળા અમે કોણ?? બસ ચૂપચાપ આવ્યા, ખુબ ધમાલ-મસ્તી કરી બસ હવે ચૂપચાપ જવાની મહેરબાની પણ કરી જ નાખો યાર... આમ 'લાસ્ટ પોસ્ટ ' મૂકી, મહાન બની લાગણીઓ સાથે રમવાનો શો અર્થ??? એવો તે કયો ગુનો કરી નાખ્યો અમે કે તમે જતાં જતાં પણ દુખી કરતા જાવ... અને હાઁ, જો તમને સ્નેહ કર્યોં એ અમારો ગુનો હતો તો અમને આ સઝા પણ સ્વિકાર્ય છે...
         ( ખાસ આપણા પરિવાર માટે...)
      નવા આવે એની પાછળ હરખપદૂડાં ના થવું અને જાય એની પાછળ દુખી ના થવું...
            કદાચ આપણે જ એમના લાયક નથી... તો જબરજસ્તી કોણ રહે આપણી સાથે...?? એ એમની જગ્યાએ બરોબર જ છે, આપણે જ કંઈક વધુ અપેક્ષા રાખી હશે... પણ હવે ધ્યાન રાખશું ...'ફ્રિજરમાંથી કાઢેલી છાશને પણ ફૂંકી-ફૂંકીને પીશું' ખરુંને???

     જય ભોળાનાથ....

Gujarati Quotes by Kamlesh : 111030485
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now