મોહ...
મોહ માયા નિરર્થક છે,
સ્વયં ને તું સાર્થક જાણ.
ધન વૈભવ શું કામના !
ત્યાગને તું સુખ જાણ.
અધિકારની લાલસા કયા સુધી,
ખુદ શરીરને આત્માથી અભિન્ન જાણ.
રૂપ - રંગ મહેમાન છે અહી,
પ્રકૃતિને પોતાનાથી દુર્લભ જાણ.
બીજા પર અપેક્ષા ભૂલ સમાન છે,
પોતાના પડછાયાથી આ શીખ જાણ.
અગણિત ઈચ્છાઓ મન સેવે છે,
કારણ પતનનું અહી ' મોહ ' જાણ.
મોહ હશે ત્યાં દુઃખ નિશ્ચિત છે,
આ સત્ય ને સ્વયંથી પરે જાણ.
મિલન લાડ. કિલ્લા પારડી, વલસાડ.