દરેક સવાલ ના જવાબ ના હોય... તમે જતા હોવ ને કોક કૂતરું તમારા પર ભસે તો ઉભા રહી ને એને સામુ ભસવા ના જવાય.... એવું જ કંઈક... કોક આવે બોલી ને જાય... its ok... smile આપો આગળ વધો... વ્યક્તિ ને પકડી ને ના રાખો... ના એના વિચારો ને કે એની વાતો ને પકડી ને ના રાખો... અનુભવ લો ને આગળ વધો... એક વાર કરેલી ભૂલ વારંવાર ના કરો... ફરી વિશ્વાસ કરવાની મૂર્ખામી ક્યારેય ન કરો... તમને તમારી પરવાનગી વગર કોઈ દુઃખી ના કરી શકે એ ખાસ યાદ રાખવું... તમારી આંતરિક શાંતિ ક્યારેક કોઈ ના ડોહળી શકે... બસ મન માં સકારાત્મક વિચારો સાથે નિરંતર આગળ વધતા રહો...સદાય હસતા રહો ને હસાવતા રહો... માફી માંગતા ને માફ કરતા શીખો... રોજ મળતા આ નવા દિવસ ને ઉજવતા રહો... નસીબ ને ઓછો દોષ આપી... પુરુષાર્થ વધારે કરતા રહો....બસ આમ જ ચાલતા રહો...#very good morning