માણસની જીંદગી એક બહુરુપી સમાનછે જેમકે એક બાળકનો જન્મ થાયછે ત્યારે તે એક બાળપણનો વેશ ધારણ કરેછે જેમકે રમકડાં સાથે રમીને તેનો દિવસ પસાર કરેછે ત્યારબાદ તે સ્કુલે જાય પછી કોલેજમાં પ્રવેશ કરે પછી ભણીને સારી નોકરીએ લાગે હવે તે એક જવાનીનો વેશ ધારણ કરેછે પરણીને એક બે સંતાનોને જન્મ આપીને એક સુખી પરિવાર બનાવીને સુદર મજાનું પોતાનું ઘર બનાવેછે જેમાં તેનુ મનગમતું ફેમીલી હોયછે આમ ને આમ દિવસો પસાર કરતા કરતા તેના સંતાનો પણ ભણીને મોટા પરણવા લાયક થઈ જાયછે આ બાજુ તેની ઉંમર થવાથી તેની નોકરીના થોડાક દિવસો બાકી હોયછે ત્યારબાદ નોકરીમાંથી થોડુઘણુ જે કંઈ બચેલું હોયછે તે સંતાનોના લગ્નોમાં ખરચાઇ જાયછે છેવતે પોતાની પાસે કોઇપણ આવક ના રહેવાથી તેને હવે સંતાનો ઉપર ખાવાપીવાનો સહારો લેવો પડેછે જો સંતાનો સારા નીકળ્યા તો થીક નહિ તો પાછી એજ લાચાર જીંદગી ને આ સાથે છેલ્લો વેશ હવે ઘડપણનો પણ આવી જાયછે કાળા વાળ સફેદ આવી જાયછે શરીરની દરેક ચામડી હવે તેની મુળ જગ્યાએથી ખસીને એક ઇંચ લંબાઈ જાયછે મોં મોં હવે દાંત પાંદળાની જેમ ખરવા માંડેછે ચાલવાની શક્તિ ઘટવા લાગેછે આંખોમાં અંધાપો હવે છવાઇ જાયછે આ છેલ્લો વેશ ઘણો કસ્ટદાયક હોયછે પણ આ વેશ દરેકને તેના જીવનમાં આવતો હોયછે તેનાથી કોઇ બચી શકતુ નથી ને છેલ્લે આ જીંદગી ત્રણ વેશભુષા અહિ સમાપ્ત થાયછે ને છેલ્લે તેનો અંત મુકતિધામમાં એક કાયમ માટે પરદો પડી જાયછે જે કયારેય તેના નામ સાથે ફરી ખુલતો નથી...