કાગળ મુક્યો છે કોરો તારી યાદ માં,
તુ આવે ને એમાં તારું નામ લખી દઉં,
મહેંદી મુકું છું વર્ષો થી તારા નામ ની,
તું આવે ને એમાં તારું નામ ભરી દઉં,
તારા આવવાના એહસાસ માં
મારા શ્વાસોશ્વસ મૂકી દઉં,
અરે તું આવ તો સહી,
તું આવે ને તો.......
વાદળો ને મારા ખુશીઓના આંસુ થી છલકાઇ દઉં
---શિવાની શાહ