Gujarati Quote in Whatsapp-Status by Badal Solanki

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                             વર્ષારાણી

આ ધરા પણ જાણે થાકી
                      ગઈ છે જોઈને રાહ તમારી ,
હવે તો આપનાં આગમનથી
                      તેને તૃપ્ત કરો ઓ વર્ષારાણી.


સૃષ્ટિનાં જીવો પણ કરીને
                       બેઠા છે બધી તૈયારી ,
વર્ષારાણી આવો આપ હવે
                        મેઘરાજા પર કરીને સવારી.


સૂરજનાં ખરા તાપથી નદી
                        પણ ગઈ છે સુકાઈ ,
આપની પ્રતીક્ષામાં માનવી
                         માંગી રહ્યો છે દુહાઈ.


મોરલાઓ પણ થાકી ગયા
                         તમારા માટે કરીને ટહુકાર ,
તમને રીઝવવા તેમણે ન જાણે
                         કેટલા કર્યા છે દિલથી સાદ.


સુકા ફૂલડા પર ભ્રમરો પણ
                   બેસીને થઈ ગયા છે હેરાન ,
હવે તો આપ પધારો
                   વર્ષારાણી કરીને મેઘની પુકાર.


હવે ક્યાં સુધી આવી રીતે
                    માનવીની ઇચ્છાને આપશો માત ,
વર્ષારાણી હવે તો તમારા
                     આવવાથી જ થશે હાશ !!!
           


- બાદલ સોલંકી ( બાવલો છોરો )
   MO :- 9106850269

Gujarati Whatsapp-Status by Badal Solanki : 111029698
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now