અરજ વ્હાલી
મમ્મી... ઓ મમ્મી
તારું મૌન...?
સંકેત છે મારા અસ્તિત્વનો
અંધકાર ની દયા ખાઈ.. તું ના સળગતી રહે.
પપ્પાને સમજાવ .. અમાનત છું હું તમારી
દરેક કાર્યમાં સાથ આપીશ તમારો,
ઘરને મારી કિલકારી થી શણગારીશ.
મોટી થઇ ... પરછાયી બનીશ તારી
દીકરો બની આર્થિક સધ્ધરતા અપાવીશ.
જરૂરિયાતો પૂર્ણ કરી સેવા કરીશ.
મારે દુનિયા જોવી છે.
મેઘધનુષ્યના રંગ નિહાળવા છે.
સૂર્યોદય ની આભા નિરખવી છે.
મારો શો વાંક?
' હુ તમારી દીકરી છું.. તમારી...
મમ્મી.. પપ્પા...
વિનંતી મારી સ્વીકારી
મને લો દુનિયામાં આવકારી.
- તન્વી કે. ટંડેલ