》હું પુરાયો આ દેહમાં પણ
આ દેહ મારૂં ઘર નથી.
કરેલા કર્મોની કેદ છે આ...
કેદ મારી આ કાયમ નથી.
》છતાં કર્મોના છે બંધન...
કર્મ વિના એ છુટતાં નથી.
કર્મો થકી જ કપાશે આ બંધન...
કર્મ વિના હવે છુટકો નથી.
》કર્મો પણ સમજીને કરવા...
માનવ દેહ વારંવાર નથી.
ફરજ બજાવે સૌ નેકીથી...
ફરજ વિના અહીં મુક્તિ નથી.
》પતિ, પત્નિ, બાળકો આ વૈભવ...
ક્ષણિક છે ચિર સ્થાઇ નથી.
હું આત્મા બસ અજર અમર છું...
મોહ રાખવા જેવું કંઇજ નથી.
》ફરજ મુકી હું થાઉં વૈરાગી...
વૈરાગે મુક્તિની ખાત્રી નથી.
મુક્તિ મળશે સદ્કાર્યોથી...
ગુરૂ વિના સદ્કાર્ય નથી.
》ગુરૂ છે એજ શિવ બ્રહ્મ છે...
હું પણ સામાન્ય જીવ નથી.
મુક્તિ કાજે પુરાયો આ દેહમાં...
હું પણ શિવથી કમ નથી.
》ગુરૂ ચિંધ્યા માર્ગે હું ચાલું...
આ રસ્તે કોઇ જોખમ નથી.
ગુરૂ મળ્યા મને શિવ બનાવશે...
ગુરૂશક્તિ વિના મુક્તિ નથી.