Gujarati Quote in Film-Review by Mahendra Sharma

Film-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

102 નોટ આઉટ. 
 રીલીઝ થાય ત્યારે બધ્ધા મુવી જોઈ શકાતા નથી એમાંનું એક એટલે 102 નોટ આઉટ. આ ફિલ્મને આમ તો 5 મહિના થયા રીલીઝ થયે પણ એમેઝોન પ્રાઈમ પર જ જોવાની તક મળી. 

ખુબજ હળવી મસ્તી અને જીવન જીવવા માટે શું રાખવું અને શું છોડી દેવું એવી આંતરિક આનંદ આપે એવી વાર્તા છે. બાપ દીકરાના સંબંધોને અનુલક્ષીને ઘણા ચલચિત્રો બન્યાં હશે પણ અહીં 75 વર્ષનાં દીકરા અને 102 વર્ષનાં બાપનું મુવી પહેલી વખત જોયું. 

સિનેમામાં ન્હોતો જોવા ગયો કારણકે એવુંજ લાગ્યું કે આ બુડાઓને ક્યાં જોવા જવા, પણ સાહેબ કોક દિવસ આપણે પણ બુડા થઈશું અને ત્યારે જીવવા માટે કારણ શોધીશું. મૃત્યુ ક્યાં કહીને આવશે, પણ નહીં આવે ત્યારે સુધી એની રાહ જોવાની ના જોય, બસ જીવનને માણવાનું હોય, આજ ફિલ્મનો સંદેશ છે.

વાર્તામાં પોતાનાં વૃદ્ધ પુત્રને મજાની લાઈફ કેવી રીતે જીવવી એ 102 વર્ષનાં પિતા શીખવાડે છે. અને એવું કરવા માટે શરત છે કે જો પુત્ર એમ નહીં કરે તો પિતા પોતાના પુત્રને વૃદ્ધ આશ્રમમાં મૂકી આવશે. બોલો છે ને અનોખી વાત. પણ એજ છે લેખકની કરામત. સામાન્ય વાતને અધભૂત વાર્તા બનાવી એક સટીક સંદેશ આપવું.

એક્ટિંગમાં બચ્ચન સાહેબને કોઈ પહોચી નહીં વડે, અને રિશી કપૂરની એક્ટિંગ કાબિલે તારીફ કહી શકાય. અને આપણો ગુજ્જુભાઈ વાળો જિમિત તો જોરદાર છે. છોકરો બહુ આગળ જશે.

ફિલ્મ હજી નહીં જોયું હોય તો જોઈ કાઢો. 
 તમને કયું મુવી ગમ્યું, લખો રીવ્યુ અને કહો દિલની વાત માતૃભારતી બાઇટ્સ સાથે.

Gujarati Film-Review by Mahendra Sharma : 111029341
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now